<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વેરાવળ સોમનાથમાં રાત્રે બે કલાકમાં સાડા ત્રણ ઇંચ : ૧૨ કલાકમાં પાંચ ઇંચ વરસાદ

 

વેરાવળ, તા.૨૮: વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં છેલ્લા ૧૨ કલાક માં તા.૨૭/૧૦/૨૫ સાંજે ૬ થી તા.૨૮/૧૦/૨૫ સવારે ૬ વાગ્‍યા સુધીમાં પાંચ ઈચ વરસાદ પડેલ છે જેથી શહેરના મુખ્‍ય રોડ બસ સ્‍ટેન્‍ડ,રાજેન્‍દ્ર ભુવન રોડ,મુખ્‍ય બજાર સુભાષ રોડ,સટા બજાર,ગાંધી રોડ સહીત હુડકો સોમનાથ ટોકીઝ વિસ્‍તારમાં ભારે પાણી ભરાઈ ગયેલ હતા બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર રહેતા સાવેણી,શેરડી તેમજ અન્‍ય વસ્‍તુ વેચતા ગરીબોએ રાત કાઢવી મુશ્‍કેલ થયેલ હતી તેમજ રીંગરોડ ઉપર કાચા ઝુંપડા વાળા બાળકો સાથે ભારે હેરાન થયેલ હતા શહેરભરમાં અનેક જગ્‍યાએ ખાડાઓ ભરાઈ જવાથી રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્‍કેલી પડી રહેલ છે.

સુત્રાપાડા પ્રાંચી પ્રશ્‍નાવડા વડોદરા ઝાલા લોઢવા સહીત ના ગામોમાં સતત વરસાદ પડી રહેલ હોવાથી તમામ પાકોને ભારે નુકશાન ગયેલ છે ખેતરોમાં પાણી છલોછલ ભરાઈ ગયેલ છે ખેડુતોને સૌથી મોટી નુકશાની ગયેલ છે બન્ને તાલુકામાં તાત્‍કાલીક રાહત પેકેજ જાહેર કરાઈ તે માટે માંગ કરાયેલ છે હજુ પણ ભારે વરસાદ વરસી રહેલ છે બંદર ઉપર ત્રણ નંબર નું સીગ્નલ લગાડેલ છે દરીયામાં માછીમારી માટે જવાની મનાય કરવામાં આવેલ છે ભારે વરસાદને લઈને બંદરોમાં કાંઠે બોટોમાં પાણી મોટી નુકશાની ગયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં સૌથી વધારે વરસાદ સુત્રાપાડા ૧૮૩૬, તાલાલા ૧૨૭ર,વેરાવળ ૧૨૪૩,ઉના ૧૧૮૫,કોડીનાર ૧૦૪૮, ગીરગઢડા ૯૩૫ મીમી વરસાદ પડેલ છે.

સોમનાથ હીરણ પુલ પાસે ગરીબોના ઝુંપડામાં પાણી ભરાઈ ૩૦ વ્‍યકિતઓનું રેસ્‍કયુ

સૌથી વધારે ફુટપાથ ઉપર તેમજ કાચા ઝુંપડામાં રહેતા ગરીબોને વધારે અસર થયેલ છે નગરપાલિકા ફાયર ઓફીસમાં જાણ થયેલ હતી કે સોમનાથ હીરણ નદી પાસે ગરીબોના ઝુંપડામાં પાણી ધસી ગયેલ છે જેથી તાત્‍કાલીક ફાયર ફાઈટર સહીત સ્‍ટાફ સ્‍થળ ઉપર પહોંચેલ હતો અને ૩૦ જેટલા ભાઈઓ બહેનો બાળકોને બહાર કાઢેલ હતા અને સરકારી સીમ શાળામાં ખસેડેલ હતા ઝુંપડામાં રહેલ તમામ ઘરવખરીનો નાશ થયેલ છે.

વડોદરા ઝાલા ગામે ડેમનો દ૨વાજો બંધ રહેતા ૨૦૦૦ વિઘા જમીનમાં પાણી ઘુસી ગયા

માંડવીના પાથરણા, સોયાબીન, જુવારનો ચારો સહીતનો પણ પાક હતો તે તમામ સોથ વળી ગયેલ છે કરોડો રૂપીયાની ખેડૂતોને નુકશાની ગયેલ છે સુત્રાપાડા વિસ તારમાં અનેક ગામોમાં ખેડુતો પાયમાલ થયેલ છે.

કોડીનાર તાલુકાના જીથલા ગામે નાળ આવેલ છે તે બંધ થઈ ગયેલ છે પાણીનો નિકાલ થતો નથી જેથી આજુ બાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ હોય વડોદરા ઝાલા ગામે ક્ષાર નિવારણ ડેમ આવેલ છે તે દરવાજો બંધ હાલતમાં હોય પાણી જતું ન હોવાથી ૨૦૦૦ વિઘા જમીન માં પાણી ભરાઈ ગયેલ છે જેથી માંડવીના ઢગલા, સોયબીન સહીતના પાકને નૂકશાની ગયેલ છે હીરણ ડેમના બે દરવાજા ખોલેલ છે.(૨૩.૧૧)

(12:15 PM IST)