<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

આત્‍મમંથનની જ્‍યોતથી પ્રકાશિત નિરંકારી સંત સમાગમઃ જામનગરથી નિરંકારી ભક્‍તો ભાગ લેવા સમાલખા જશે

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીની પવિત્ર છત્રછાયામાં ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ૩૧ ઓક્‍ટોબરથી ૩ નવેમ્‍બર સુધી હરિયાણાના સમાલખા ખાતે આવેલા સંત નિરંકારી આધ્‍યાત્‍મિક સ્‍થળ પર અદ્દભુત દિવ્‍યતા અને ભવ્‍યતા સાથે યોજાવા જઈ રહ્યો છે. આ આત્‍મીયતાના ઉત્‍સવમાં દેશ-વિદેશથી અસંખ્‍ય શ્રદ્ધાળુઓ ભાગ લઈ આનંદનો અનુભવ મેળવશે, જ્‍યારે જામનગર ભક્‍તો પણ સમાલખા જશે.

સ્‍થાનિય ગ્‍યાન પ્રચારીકા શ્રીમતી આરતી જીએ જણાવ્‍યું કે સંત સમાગમ માત્ર એક ધાર્મિક કે વાર્ષિક આયોજન નથી, પરંતુ જ્ઞાન, પ્રેમ અને ભક્‍તિનું એવું પવિત્ર સંગમ છે, જે બ્રહ્મજ્ઞાન દ્વારા આત્‍માને પરમાત્‍મા સાથે જોડવાનું સશક્‍ત માધ્‍યમ બને છે. અહીં શ્રદ્ધાળુઓ માત્ર આધ્‍યાત્‍મિક જાગળતિ જ નથી મેળવતા, પરંતુ માનવતા, વિશ્વબંધુત્‍વ અને પરસ્‍પર સૌહાર્દની ભાવનાઓને પણ આત્‍મસાત કરે છે. આ આયોજન ‘આત્‍મમંથન'ની એ દિવ્‍ય ભૂમિ છે.

 તેમણે જણાવ્‍યું કે જામનગર ના  સેવાદારો અને શ્રદ્ધાળુ ભક્‍તો ૨૮, ૨૯ અને ૩૦ ઓક્‍ટોબરે  રેલવે દ્વારા નિરંકારી સંત સમાગમમાં ભાગ લેવા રવાના થશે.

સંત સમાગમનું સંપૂર્ણ આયોજન સતગુરુ માતા જીની દિવ્‍ય પ્રેરણા અને આશીર્વાદથી સંચાલિત થઈ રહ્યું છે. સતગુરુની એ જ મંગલકામના છે કે દરેક શ્રદ્ધાળુ આ સમાગમમાં પ્રેમ, સન્‍માન અને યોગ્‍ય સુવિધાનો અનુભવ કરી આધ્‍યાત્‍મિક રીતે પરિપૂર્ણ થાય. સંત નિરંકારી મંડળના સચિવ શ્રી જોગિન્‍દર સુખીજાના જણાવ્‍યા અનુસાર, એક સમયે જે સ્‍થળ માત્ર એક સામાન્‍ય મેદાન હતું, તે હવે સંતોની કર્મઠ સેવાભાવનાને કારણે ભવ્‍ય શામિયાણાઓની સુંદર નગરીમાં પરિવર્તિત થઈ ગયું છે. આ દિવ્‍ય વાતાવરણ દરેક આગંતુકને પોતાની તરફ આકર્ષે છે.

આ પવિત્ર સંત સમાગમમાં દરેક સજ્જન મહાત્‍મા અને શ્રદ્ધાળુ ભક્‍તનું સાદર આમંત્રણ છે. આવો, આ આત્‍મિક મિલન અને ભક્‍તિના મહાસંગમનો હિસ્‍સો બનીએ, સતગુરુના દિવ્‍ય દર્શન કરીએ, તેમના અમળતમય પ્રવચનોનો લાભ મેળવીએ, અને આત્‍માને પરમાત્‍મા સાથે જોડવાની આ અનુપમ યાત્રામાં સહભાગી બનીને જીવનને ધન્‍ય કરીએ. નિઃશંક આ સંત સમાગમ માત્ર એક આયોજન નથી, પરંતુ આત્‍મમંથન, આત્‍મબોધ અને આંતરિક શુદ્ધિનો અવસર છે. તેમ સંત નિરંકારી મંડળ - જામનગરની યાદીમાં જણાવ્‍યું છે.

(1:03 PM IST)