News of Tuesday, 28th October 2025
ખંભાળીયા-ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી મગફળીના પાકને ભારે નુકશાન
ઝાપટાથી માંડીને અડધો ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે બપોરે બાદ હળવા ઝાપટા સાથે વરસાદ પડયો હતો. જો કે ખંભાળીયામાં હળવા ઝાપટાજ પડયા હતા. જયારે ગ્રામ્ય પંથકના વિસ્તારો વિજલપર, કેશોદ, ભાડથર, ઠાકર શેરડી તથા નજીકના ગાો અને ખંભાળીયા દ્વારકા-જામનગર રોડ પરના ગામોમાં પણ હળવા ઝાપટા તો કયાંક ભારે ઝાપટા પડતા પાણી હાલતા થઇ ગયા હતાં. કલ્યાણપુર પંથકના ધતુરીયા, દૂધીયા વિ. ગાોમાં પણ વરસાદના ઝાપટા પડયા હતાં.
દ્વારકા જિલ્લામાં ૪૦ ટકા ઉપરાંતના ખેડૂતોએ મગફળીનો પાક ખેતરમાંથી કાઢીને ખેતરમાં પાથરા કરીને રાખેલા હોય તથા ૬૦ ટકા જેટલા ખેડૂતોનો પાક જમીનમાં તૈયારીમાં કાઢવાની છે ત્યારે આ વરસાદના ઝાપટાથી પાકને મોટું નુકશાન થવાની સંભાવના ખેડૂત અગ્રણી મોહનભાઇ મોકરીયાએ વ્યકત કરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
