<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ : પ્રસિદ્ધ માધવરાયનું મંદિર જળમગ્ન બન્યુ

કારતક મહિનામાં કમોસમી વરસાદને લીધે સરસ્વતીએ પ્રચંડ રૂપ ધર્યું: માધવરાયજીની પ્રતિમાએ જળસમાધિ લીધી

ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે.  પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પ્રસિદ્ધ માધવરાયનું મંદિર જળમગ્ન બન્યુ છે.  ભગવાન માધવરાયની પ્રતિમાની ઉપરથી સરસ્વતીના નદીના નીર વહી રહ્યા છે. પ્રાચી તીર્થ ખાતે સામાન્ય રીતે ભર ચોમાસે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય. પરંતુ, આ વખતે તો કારતક મહિનામાં કમોસમી વરસાદને લીધે સરસ્વતીએ પ્રચંડ રૂપ ધર્યું છે. અને માધવરાયજીની પ્રતિમાએ જળસમાધિ લીધી છે.

(1:43 PM IST)