News of Tuesday, 28th October 2025
કમોસમી વરસાદના પગલે પરિસ્થિતિનો તાગ મેળવતા જીતુભાઈ વાઘાણી
શિહોર કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે કળષિ મંત્રીએ ચર્ચા કરીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે : જીતુભાઈ વાઘાણી

(માહિતી બ્યુરો)ભાવનગર તા.૨૮: કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કળષિ મંત્રીશ્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત વેળાએ કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાના પગલે કળષિમંત્રીશ્રીએ આજે શિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ જાગળતિબેન રાઠોડ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૯.રપ)
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
