<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વડતાલધામમાં .દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ધામધુમથી ઉજવાશે : વરસાદના કારણે સ્‍થળમાં ફેરફાર

હરિમંડપ પાછળની જગ્‍યામાં વિવિધ કાર્યક્રમો : સંતવલ્લભ સ્‍વામી

વડતાલધામ, તા., ર૮: શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે તા.૩૦ ઓકટોબર થી ૫ નવેમ્‍બર સુધી યોજાનાર શ્રી શિક્ષાપત્રી તથા આચાર્ય પદ સ્‍થાપન દ્વિશતાબ્‍દી મહોત્‍સવના ઉત્‍સવ સ્‍થળે કમોસમી વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોય, મહોત્‍સવ સમિતિ ધ્‍વારા ઉત્‍સવ સ્‍થળ બદલવાની ફરજ પડી છે. હવે આ મહોત્‍સવ વડતાલ મંદિરમાંજ હરિમંડપ પાછળની સંપાદિત જગ્‍યામાં ધામધૂમથી ઉજવાશે.

કથા સહીત મુખ્‍ય સમારંભ આજ સ્‍થળે યોજાશે. જયારે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા હરિકળષ્‍ણ ભોજનાલય ખાતે કરવામાં આવી હોવાનું વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્‍વામીએ જણાવ્‍યું છે. ગુજરાતમાં ઉદ્દભવેલ કમોસમી વરસાદની પરિસ્‍થિતિને પગલે વડતાલધામમાં ઉત્‍સવ સ્‍થળે પાણી ભરાયા હોય, આવી વિપરીત સ્‍થિતિ સંજોગોને લક્ષમાં લઇ મુખ્‍ય ઉજવણી સ્‍થળમાં ફેરફાર કરવાની મહોત્‍સવ સમિતિને ફરજ પડી છે. વડતાલ ટ્રસ્‍ટી બોર્ડના સભ્‍યોએ ઉત્‍સવ સ્‍થળેની મુલાકાત લીધી હતી. ઉત્‍સવ સ્‍થળે વરસાદી પાણીનો ભરાવો  અને વરસાદી પરિસ્‍થિતિ જોઈ ઉત્‍સવનું સ્‍થળ બદલવા અંગે તત્‍કાળ નિર્ણય લીધો હતો તેમ શ્રી સંત વલ્લભ સ્‍વામી જણાવે છે.

(4:33 PM IST)