જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને માવઠામા ખેડૂતોને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર આપવાની માંગ કરી
સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થતા ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયુ : ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ખેડૂતોને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવીને જામનગર સંસદીય મતવિસ્તારમાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા યોગ્ય કરવા માંગણી કરી છે.
સાંસદ પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલ કમોસમી ભારે વરસાદની સાથે મારા ૧૨ જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જીિલ્લાના આમરણ (ચોવીસી) વિસ્તારમાં ગત નવરાત્રી સમયે અને તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી જઈ નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબ જ નુકશાન થયેલ છે. આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે, જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકશાની થયેલ છે.
મારા સંસદીય મતવિસ્તારમાં રાજયનો સૌથી વધુ લાંબો દરિયાકાંઠો આવેલ છે અને આ વિસ્તારમાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે. તદુપરાંત અન્ય પાકોને પણ માહે સપ્ટેમ્બર-૨૦૨૫ તેમજ ચાલુ માસમાં તા.૨૫/૧૦/૨૫ થી આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયેલ છે તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને પશુઓ માટેના સુકા ધાસચારા પણ પલળીને નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયેલ છે. સબબ હાલના કમોસમી વરસાઠના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવા મારી ભલામણ સહ વિનંતી પુનમબેન માડમે કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
