<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ગોંડલનો બુટલેગર જીતુ મકવાણાને ગાંજાના જથ્થા સાથે રૂરલ એસઓજી ઝડપી લીધો

સુરતથી ગાંજાનો જથ્થો લાવી ૧૦૦ થી ૨૦૦ રૂ.માં પડીકી વેચતો’તો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ નજરે પડે છે.


રાજકોટ તા.૨૮ઃ ગોંડલના બુટલેગરને ગાંજાના જથ્થા સાથે રૂરલ એસઓજીઍ ઝડપી લીધો હતો. જીલ્લા પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્યએ  જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અનુસંધાને ઍસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચાવડા તથા ઍસ.ઓ.જીના સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. વિપુલભાઈ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડને સંયુકત રીતે  મળેલ હકિકત આધારે જીતુ પાંચાભાઇ મકવાણા રહે. ગોંડલવાળાના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૭૫૭ ગ્રામ જેની કિ.રૂ.૭,૫૭૦/-સાથે ઝડપી પાડી ગોંડલસીટી બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ઍન.ડી.પી.ઍસ. ઍકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ.પકડાયેલ આરોપી જીતુ  મકવાણા  ગોંડલ, વેરી દરવાજા પાસે, શાકમાર્કેટ નજીક બેઠી ધાબી મફતીયામાં તા.ગોંડલ અગાઉ ગોîડલ સીટીમાં દારૂના ૮ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. 
પકડાયેલ જીતુ સુરતથી ગાંજાનો જથ્થો લાવી ૧૦૦ થી ૨૦૦ રૂ.માં પડીકી વેંચતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.આ કાર્યવાહી  એસ.ઓ.જી. એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, પો.હેડ.કોન્સ. શીવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ,  વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા, અનિરૂધ્ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા, ચંદુભાઇ પલાળીયા, પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, હિમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહિલ, રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા તથા ડ્રા.ઍ.ઍસ.આઇ. અમુભાઇ વિરડા દ્રારા કરવામાં આવેલ છે.

 

(1:26 PM IST)