કચ્છના મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જલારામ જયંતિ ઉજવણી કરાઈ
યુવા પત્રકાર રાજ સંઘવી દ્વારા નિયમિત ખીચડી સેવા સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : આજે સવારે શહેર ના બંદર રોડ પર આવેલ પૂજ્ય જલારામ બાપા ના મંદિરે દર્શન કરી સેવાકીય પ્રવૃતિઓ નો પ્રારંભ કરાયો હતો...
આજે જલારામ જયંતિ ના શહેર ની આજુ બાજુ આવેલ વિવિધ વસાહતો માં ગરીબ બાળકો ને વિવિધ દાતાઓના સહયોગ થી સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી અને પ્રસાદ રૂપે બુંદી ગાંઠિયા પીરસવા માં આવ્યા હતા...
તેમજ વિવિધ વિસ્તારો માં ભોજન સાથે મીઠાઈ પીરસવા માં આવીઃ હતી...
આજે શહેર ના જરૂરત મંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશન કીટો નું વિતરણ કરાયું હતું.. તેમજ જલારામ ખીચડી ઘર માં અબોલા જીવો માટે જીવ દયા ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી...
આજે જલારામ જયંતી પ્રસંગે જન સેવા ના રાજ સંઘવી એ જણાવ્યું હતું કે જન સેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘર ના 501ગુરુવાર પૂર્ણ થયા છે...
હાલ જલારામ ખીચડી ઘર માં ખીચડી માટે શહેર નો જલારામ ભગત પરિવાર અને બુંદી ગાંઠિયા ની પ્રસાદ માટે મુન્દ્રા રહેતા બંસી બેન ઠાકર અવિરત સહયોગ આપી રહ્યો છે...
આજે પૂજ્ય જલારામ બાપા ની જન્મજયંતિ પ્રસંગે શહેર ના વિવિધ દાતાઓ તરફ થી પ્રાપ્ત થયેલા જુના, કપડાં, વાસણો, રમકડાં, તેમજ ઉપયોગી વસ્તુઓ આજુબાજુ ના ઝૂપડા માં રહેતા જરૂરત મંદ લોકો માં વીતરીત કરાયા હતા..
આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ માટે ભાગ્ય શાળી દાતાઓમા, અમીત ઠક્કર, વસંત ગડા, જીતુ ઠક્કર, યુવરાજ સિંહ જાડેજા (ટપ્પર ), સોમા રબારી, શૈલેષ ગુર્જર,બંસી બેન ઠાકર,મુન્દ્રા પોલીસ ના યશપાલ સિંહ ગોહિલ, કિશન ભરવાડ,તેમજ નામી અનામી દાતા ઓ એ સહયોગ આપ્યો હતો..
મુન્દ્રા ની જન સેવા ના અસલમ માંજોઠી, કપિલ ચોપડા, ભગીરથ સિંહ ઝાલા, ભીમજી જોગી સહીત ના ઓ એ સહયોગ આપ્યો હતો....









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
