News of Wednesday, 29th October 2025
જામનગરમા જલારામ નગર ખાતે લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજન ના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમા પૂ.જલારામબાપાની જન્મ જયંતી નિમિત્તે માસ્તન (બ્રહ્મ) ભોજન

જામનગર : જામનગરના પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડની બાજુમાં આવેલ પ્રણામી સંપ્રદાયની વાડીમાં ઊભા કરાયેલા જલારામ નગર ખાતે લોહાણા મહાજન દ્વારા પૂ.જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે માસ્તન (બ્રહ્મ) ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે લોહાણા મહાજન ના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓ અને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અગ્રણીઓએ જલારામ બાપાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે લોહાણા મહાજન સમાજ માટે થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
