તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ નબળી પડી ભાવનગરથી સુરત વચ્ચેના દરિયા કિનારે લેન્ડફોલ કરશે
હાલ આ સિસ્ટમ્સ મુંબઇથી ૩ર૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમ અને વેરાવળથી આશરે ૩પ કિ.મી. દક્ષિણમાં સ્થિત છે

(જયેશ ભટ્ટાસણા) ટંકારા, તા. ર૯ : અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ 92A છેલ્લા ૨૪ કલાકમાં ENE દિશામાં ખસી છે અને હાલ મુંબઈથી અંદાજે ૩૨૦ કિમી દક્ષિણપヘમિ તથા વેરાવળથી આશરે ૩૫૫ કિમી દક્ષિણમાં સ્થિત છે. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ્સ ડિપ ડિપ્રેશન તરીકે જાળવી રાખી છે.
હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાક દરમિયાન NNE દિશામાં આગળ વધશે, તેની ગતિ વધશે, અને છેલ્લા બે દિવસની તુલનાએ વધુ ઝડપથી આગળ વધવાની સંભાવના છે.
મોડલ્સ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં ભાવનગરથી સુરત વચ્ચેના કિનારાક્ષેત્રમાં લેન્ડફોલ થવાની શકયતા હજી યથાવત છે. તેમ છતાં, પヘમિ દિશામાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) સાથેની ક્રિયા પ્રતિક્રિયા સિસ્ટમ્સના માર્ગ અને તીવ્રતા બંનેમાં નાના પણ અસરકારક ફેરફાર લાવી શકે છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, સમુદ્રના મધ્ય ભાગમાં સિસ્ટમ્સની આસપાસ તીવ્ર કયુમ્યુલોનિમ્બસ મેઘગઠનાઓ જોવાઈ રહી છે, જે વધુ મજબૂત ચક્રવાતી પ્રવળત્તિ તરફ સંકેત આપે છે. હાલ કોઈ અન્ય નવી લેન્ડફ્લો સિસ્ટમ સક્રિય નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
