News of Wednesday, 29th October 2025
ઉપરવાસમાં માવઠાના કારણે ફરી એકવાર ખંભાળિયા નજીક આવેલો ઘી ડેમ છલકાયો
ઘી ડેમ ફરી છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે

દેવભૂમિ દ્વારકામાં પડેલા કમોસમી વરસાદન કારણે ફરી એકવાર ખંભાળિયા નજીક આવેલો ઘી ડેમ છલકાયો છે. કમોસમી વરસાદના કારણે ઘી ડેમ ઓવરફલો થયો છે. ઘી ડેમ ફરી છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે. ખંભાળિયા પંથક અને ઉપરવાસમાં માવઠાના કારણે ઘી ડેમમાં પાણીની આવક વધી છે..તો બીજી તરફ આ કમોસમી વરસાદે મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
