ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Wednesday, 29th October 2025
જૂનાગઢના ધંધુસર નજીક ઉબેણ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ આખરે મળ્યો
સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો

જૂનાગઢના ધંધુસર નજીક ઉબેણ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. ફાયર વિભાગની ટીમ છેલ્લા 24 કલાકથી સતત શોધખોળ કરી રહી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. માહિતી મુજબ, યુવાન રાત્રે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો પરંતુ ત્યાર બાદ પરત ફર્યો નહોતો. ઉબેણ નદીના પુલ પરથી તેનો મોબાઈલ અને ટુવ્હીલર મળ્યા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હાલ પોલીસ યુવાન કયા કારણસર નદીમાં ડૂબ્યો તે અંગે તપાસ કરી રહી છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
