જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, વશરામભાઈ રાઠોડે રાજ્ય સરકારને 15 હજાર કરોડના રાહત પેકેજની માગ કરી
ખેડૂતોના તમામ ધિરાણ અને લોન માફ કરવામાં આવે તથા સર્વેના ખોટા નાટકને રોકીને તાત્કાલિક સહાય જાહેર કરવા માંગ

જામનગર છેલ્લા ચાર દિવસથી જામનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં કપાસ, મગફળી, સોયાબીન, તલ, જુવાર, બાજરી સહિતના પાકો તેમજ બાગાયતી પાકો પર ભારે અસર જોવા મળી છે. ખાસ કરીને મગફળીનો પાક લણણીના સમયે વરસાદના કારણે ખેતરમાં જ નાશ પામી ગયો છે.
ઘણા ખેડૂતોની મગફળી ફૂગ લાગી જવાને કારણે વેચાણયોગ્ય રહી નથી અને ચારો પણ ખોટમાં ગયો છે.જામનગર જિલ્લા ખેડૂતોને વિઘા દીઠ આશરે 12 હજાર રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા ભાજપના નેતા અને ખેડૂતપ્રમુખ વશરામભાઈ રાઠોડે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી કરી છે કે જામનગર જિલ્લામાં ખેડૂતોને માટે 15 હજાર કરોડ રૂપિયાનું ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
રાઠોડે વધુમાં માગ કરી છે કે ખેડૂતોના તમામ ધિરાણ અને લોન માફ કરવામાં આવે તથા સર્વેના ખોટા નાટકને રોકીને તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે અને તેઓ ફરી ખેતી તરફ આગળ વધી શકે.( સંજય ડાંગર ધ્રોલ )










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
