તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 29th October 2025
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે થાનગઢના રતનપર ટીંબામાં દરોડા પાડીને ગેરકાયદેસર મોટી ખનીજ ચોરી ઝડપી પાડી
4 કાર્બોસેલ કુવાઓ, 2 ટ્રેક્ટર, 1 કપ્રેસર, 1જનરેટર, 1 ડીઝલ મશીન, 4 હજાર મીટર કેબલ વાયર, 2 હજાર મીટર પાણીની લાઇન, 10 બેકેટ સહિત રૂપીયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે થાનગઢના રતનપર ટીંબામાં દરોડા પાડીને ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. પ્રાંત અધિકારીએ રેડ કરતા કાર્બોસેલ સહિત રૂપીયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા ગેરકાયદેસર રીતે કોલસો કાઢતા ચાર કુવાઓ ઝડપાયા છે. પ્રાંત અધિકારીની ટીમ એ રેડ કરતા સ્થળ પરથી 4 કાર્બોસેલ કુવાઓ, 2 ટ્રેક્ટર, 1 કપ્રેસર, 1જનરેટર, 1 ડીઝલ મશીન, 4 હજાર મીટર કેબલ વાયર, 2 હજાર મીટર પાણીની લાઇન, 10 બેકેટ સહિત રૂપીયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પર ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢતા શ્રમીકોને રાખવામાં આવ્યા હતા. જેથી શ્રમીકોને આ કામ જોખમી અને જીવલેણ હોય તેવી સમજુતી આપીને તેમના વતન તરફ જવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
