<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

અમરેલીના લાઠીમાં માવઠાને કારણે ભારે નુકસાન પહોંચ્યું

ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતોના વાડી અને ખેતરો બેટમાં ફેરવાયા અને ગોઠણ સમા પાણી ભરાયા

અમરેલી જિલ્લાના લાઠીમાં માવઠાને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્ય જનક તળાવિયાએ સરવે કરી રાહત સહાય આપવા માગ કરી છે. આ ઉપરાંત ખાંભામાં ડુંગળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતોના વાડી અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને ગોઠણ સમા પાણી ભરાયા છે.

(11:47 PM IST)