News of Thursday, 30th October 2025
પોરબંદરના દરિયામાં ભારે પવનઃ ફિશીંગમાં ગયેલી ૭૦૦ બોટો પરત આવી
બંદર કાંઠે આજે ત્રીજા દિવસે ૩ નંબરનું સિગ્નલ યથાવતઃ ફિશીંગમાં જવા માટે બોટોના ટોકન- મંજુરી આપવાનું ફિશરીઝ વિભાગે બંધ કર્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦: ચક્રવાતની અસરથી દરિયામાં ભારે પવનને લીધે નજીકમાં ફિશીંગમાં ગયેલ ૭૦૦ બોટો બંદર કાંઠે પરત આવી ગઇ છે. બાકીના ૧૭૦૦ બોટો પોરબંદર કાંઠીથી દુર હોય અન્ય બંદરો ઉપર સલામત પહોંચી ગયાનું ફિશરીઝ વિભાગથી જણાવેલ છે.
બંદર કાંઠા ઉપર પોર્ટ ખાતા દ્વારા આજે દિવસે ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખેલ છે. ફિશીંગમાં જવા માટે ટોકન- મંજુરી આપવાનું ફિશરીઝ વિભાગે બંધ કર્યું છે.
માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી પોર્ટ વિભાગ તથા ફિશરીઝ વિભાગ દ્વારા અપાય રહી છે. પરત આવેલી બોટોને કારણે બંદરમાં બોટોના ખડકલા જોવા મળી રહયા છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
