<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ભાવનગરના મહુવા અને તળાજામાં પોણો ઇંચ વરસાદ : શેત્રુંજી ડેમના દરવાજા ફરી ખોલાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૩૦ : ગોહિલવાડ પંથકમાં ફરી વરસાદ શરૂ થતા ચિંતાની લાગણી ફેલાઈ છે. ભાવનગર શહેર અને ગ્રામ્‍ય પંથકમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મહુવા અને તળાજામાં પોણો ઈંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના અન્‍ય તાલુકામાં પણ છુટ્ટો છવાયો વરસાદ પડી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં ગઈ રાતથી વરસાદ શરૂ થયો છે. આજે સવારે પણ વરસાદ શરૂ છે. ભાવનગર શહેરમાં ૨ મી.મી., ગારીયાધારમાં ૫ મી.મી. તળાજા ૧૫ મી.મી. અને મહુવા ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદ શરૂ છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ માં પાણીની આવક શરૂ થતા ગઈ  રાત્રેથી તેમના ૫૯ પૈકી ૨૦ દરવાજા ખોલવામાં આવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં આઠમી વખત છલકાયો છે.

(12:02 PM IST)