<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જામનગરમાં પૂ.જલારામબાપા જન્મ જયંતીની ઉજવણી : લોહાણા જ્ઞાતિ રત્ન અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી તથા જામનગર જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કરની વિશિષ્ટ ઉપસ્થિતિ

શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ, જામનગર દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ કેમ્પ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, લોહાણા સમાજના સમૂહ ભોજન તથા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની ડિજિટલ વસ્તી ગણતરી જેવા કાર્યક્રમો યોજાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : ગઈ કાલે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિના પાવન અવસરે જામનગર ખાતે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ, જામનગર દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ કેમ્પ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, લોહાણા સમાજના સમૂહ ભોજન તથા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની ડિજિટલ વસ્તી ગણતરી જેવા કાર્યક્રમો યોજાયા, જેમાં મેં સ્થાપક સભ્ય તરીકે મારું કર્તવ્ય નિભાવ્યું હતું.

આ અવસરે લોહાણા જ્ઞાતિ રત્ન અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી  તથા જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કરની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

આજના પાવન દિવસે દાતાશ્રીઓ દ્વારા નવી લોહાણા મહાજન વાડીના નિર્માણ માટે જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોને ચેક અર્પણ કરવામાં આવ્યા, જેમાં શહેરના હજારો જ્ઞાતિબંધુઓએ “જય જલારામ”ના નાદ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.

 સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જયંતિ નિમિત્તે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ-જામનગર અને શ્રી ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તિ, સેવા અને મહાપ્રસાદના કાર્યક્રમમાં જોડાઈને આનંદ થયો. આવા ભવ્ય અને સુંદર આયોજન બદલ લોહાણા સમાજની બંને અગ્રણી સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન!

પૂજ્ય બાપા આપણને સૌને તેમના જીવન સંદેશને અનુસરવાની અને સેવાની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. જય જલારામ.તેમ

પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું.

(12:53 PM IST)