<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

સાવરકુંડલા તાલુકામાં માવઠામાં નુકશાન થતાં વળતર ચુકવો : જે.કે. કાછડીયા

ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવતા તાલુકા પંચાયતના પ્રમુખ

(ઇકબાલ ગૌરી દ્વારા) :સાવરકુંડલા  તા. ૩૦ સાવરકુંડલા  તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. કાછડીયાએ ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને માવઠામાં સહાય વળતર ચુકવવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે,  સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ (માવઠા) ના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ ખેતીના પાકને ખૂબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. જેવા કે, મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરે પાકો સદંતર નાશ પામેલ છે. હાલ પણ કમોસમી વરસાદ ચાલુમાં જે ખુબજ ચિંતાજનક બાબત ગણાય અને ખુબજ મોટા પ્રમાણમાં ગંભીર અસર જોવા મળેલ છે.

આ કમોસમી વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં તૈયાર થયેલ પાક ખેડૂતોના ખેતરમાં પડેલ હતો અને ખેડૂતો તે પાકને લણવાની કામગીરી ચાલુમાં હોય આ સમય દરમ્‍યાન અચાનક ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડેલ છે. (માવઠું) અંદાજે ચાર ઈંચ થી દસ ઈંચ થી વધુ પ્રમાણમાં વરસાદ સાવરકુંડલા તાલુકાના તમામ ગામોમાં પડેલ છે. તે અંગેના મેસેજ આવેલ છે. તેમજ ખેડૂતો દ્વારા વધુ વરસાદ પડવાના કારણે પાક સંપૂર્ણ નાશ પામેલ છે. જે ખેડૂતો દ્વારા અમોને મૌખિક રજુઆતો આવેલ છે. આ ખેડૂતોને નુકશાન આંકી ન શકાય તેટલું ખુબજ ગંભીર આર્થિક નુકશાન ખેડૂતોને થવા પામેલ છે. જે ખુબજ ચિંતાજનક અને કુદરતી આફત ને પહોચી શકાય તેમ નથી.

તાલુકાના તેમજ અમરેલી જીલ્લાના તમામ ગામોમાં ખેડૂતોને પાયમાલ નુકશાન થવા પામેલ છે. આ આર્થિક નુકશાન ખેડૂતોને મુશ્‍કેલીમાંથી દુર કરવા માટે તાત્‍કાલિક આ બાબતે વિચારણા કરી સત્‍વરે ખેડૂતોને જરૂરી સહાય સરકારશ્રીના ધારા ધોરણ મુજબ મળી રહે અને તેઓને થયેલ નુકશાનનું વળતર મળી રહે તે હેતુસર તાત્‍કાલિક જરૂર જણાયે સર્વે કરાવી અત્રે અમરેલી જિલ્લા ના તમામ તાલુકામાં   અમામ સાવરકુંડલા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા નિયમાનુસાર કાર્યવાહી કરાવવા માંગ છે.

(1:23 PM IST)