<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી :કપાસ, મગફળી, કેળા અને જુવાર જેવા પાકોને નુકસાનની આશંકા

ભાંખલ, મણાર, ત્રાપજ, સોસીયા, અલંગ, માંડવા અને જસપરા ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ભાંખલ, મણાર, ત્રાપજ, સોસીયા, અલંગ, માંડવા અને જસપરા ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, કેળા અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અનેક ખેતરોમાં પાક બગડવાની સ્થિતિ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનુ માહોલ જોવા મળી રહ્યો છે

 



 

(12:29 AM IST)