News of Friday, 31st October 2025
મોરબી-ટંકારા તાલુકા પોલીસ મથકમાં ઝડપાયેલ ૧.૨૯ કરોડના દારૂનો નાશ કરાયો.
૧૧,૨૬૯ દારૂ અને બીયરના જથ્થાનો પોલીસે નાશ કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસ તેમજ ટંકારા પોલીસ મથકના ૭૦ ગુનામાં પકડાયેલ ૧૧,૨૬૯ દારૂ અને બીયરના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૧.૨૯ કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લાના મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ, ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવા કોર્ટમાંથી મંજુરી મેળવી કોટના હુકમ મુજબ મોરબી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ડીવાયએસપી મોરબી, સબ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટ તેમજ પોલીસ મથકના થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં મોરબીના જાંબુડિયા ગામ નજીક રફાળેશ્વર પાનેલી રોડ પર વીડી વાળી ખરાબાની જમીનમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ૨૨ ગુનામાં કુલ બોટલ નંગ ૮૧૧૧ કીમત રૂ ૯૭,૭૯,૨૯૫ સીટી બી ડીવીઝન પોલીસ મથકના ૧૭ ગુનામાં બોટલ નંગ ૫૯૬ કીમત રૂ ૭,૩૯,૨૨૩ તાલુકા પોલીસ સ્ટેશનના ૨૬ ગુનામાં બોટલ નંગ ૨૨૪૫ કીમત રૂ ૧૫,૬૯,૦૦૮ અને ટંકારા પોલીસના ૦૫ ગુનામાં ૩૧૭ બોટલ કીમત રૂ ૮,૪૦,૨૫૭ સહીત કુલ ૭૦ ગુનામાં પકડાયેલ દારૂ અને બીયર ટીન મળી કુલ નંગ ૧૧,૨૬૯ કીમત રૂ ૧,૨૯,૨૭,૭૮૩ નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
