<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જયાં સુધી ડીપ્રેશન ગુજરાત નજીક છે ત્‍યાં સુધી માવઠાની મોકાણ રહેશે

પુરા દસ દિ'થી અરબ સાગરમાં ઘુમરાઇ રહ્યું છે : બંગાળની ખાડી વાળુ ડીપ્રેશન માત્ર ત્રણ દિ'માં જ ચક્રાવાત મોન્‍થા બની હવે વીલય પણ થઇ ચુકયુ જયારે એથી ત્રણ દિ' વહેલા બનેલ અરબ સાગરનું ડીપ્રેશન હજુયે વધઘટ થયા વિના ટકી રહેલુ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૧ :.. અરબ સાગરમાં વિતેલી રર મી તા. જે સીસ્‍ટમ્‍સે ડીપ્રેસનનું સ્‍વરૂપ લીધેલું તેનો ટ્રેક પヘમિ તરફ હોઇ, ભારતથી દૂર જઇ તે વાવાઝોડુ બને તો પણ ગુજરાતને અસર નહીં કરે તેવા અનુમાનો તે સમયે થયેલા. પણ આ સીસ્‍ટમ ડીપ્રેશન કેટેગરીએ પહોંચીને વધઘટ થયા વિના ઉતર તરફ સરકી ને હાલ ગુજરાતથી આશરે ૪૦૦ કિ. મી.ના અંતરે સ્‍થિત હોઇ, તેના પ્રભાવે આપણે રાજયભરમાં ધાબડ તો કયાંક હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. વિતેલ રર ઓકટોબરથી ડીપ્રેશનમાં તબદીલી થયેલ. આ સીસ્‍ટમ્‍સ આજે બરાબર દસમાં દિવસે પણ યથાવત જોવા મળી રહ્‍ેલ છે તે ખરેખર આヘર્ય સર્જે છે. કારણ કે આ સીસ્‍ટમના ત્રણ દિવસ બાદ બંગાળની ખાડી માં રપ ઓકટોબરે ડીપ્રેશન બનેલ સીસ્‍ટમ દરીયામાં ત્રણ દિવસમાં તો વાવાઝોડુ મોન્‍થા બનીને હવે વિલય પણ થઇ ચુકી છે.

અરબ સાગરમાં આ ડીપ્રેશન સીસ્‍ટમ જયાં સુધી ગુજરાતની નજીક છે ત્‍યાં સુધી ગુેજરાતમાં તેના પ્રભાવે આવી કમોસમી વરસાદી મોકાણ સતત ઝળુંબતી રહેવાની છે. જો આ ડીપ્રેશન ગુજરાતથી દુર ઓમાન તરફ ગતિ કરે અથવા નબળુ પડી દરીયામાં જ વિખેરાઇ જાય તો અલગ બાબત છે. પણ જો આ ડીપ્રેશન સીસ્‍ટમ કેટેગરીમાં વધે કે ઘટે પણ ગુજરાત નજીક આવી વિલય પામે તો રાજયમાં ભારે વરસાદી ચોમાસા જેવો રાઉન્‍ડ જોવા મળી શકે છે.

આ સીસ્‍ટમના વિલય બાદ શરૂ થનારી શિયાળાની ઠંડી પણ વિતેલા ચોમાસાની જેમ જ કહેર વરસાવનારી સાબિત થવાની છે. તેવી પુરી સંભાવના તેના પુરતા કારણો સાથે મોજુદ છે.

(11:48 AM IST)