તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 31st October 2025
રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત જામનગરમાં યોજાયો ‘રન ફોર યુનિટી' કાર્યક્રમ
રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું: આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી પ્રસંગે રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના લાખોટા તળાવ ખાતેથી શરૂ થયેલી આ એકતા રેલી રણજીત નગર પટેલ સમાજ ખાતે પહોંચી હતી. રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, કલેક્ટર, કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે સ્વચ્છતા હિ સેવા સ્વચ્છોત્સવ,૨૦૨૫ અંતર્ગત સફાઈ કરી એકતા રેલીમાં જોડાયા હતા. બાદમાં રણજીત નગર લેઉવા પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીએ શુભેચ્છાઓ પાઠવી હતી.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર) (૩.૧૨)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૧: દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની, અગ્રણી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, સાશક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગળતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ કરવામાં આવ્યા હતા.
આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.૧ ના ર્પાકિંગથી શ્યામજી કળષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. બાદમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવો અને પદાધિકારીઓ તથા અધિકારીઓ સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અગ્રણીઓ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, એનસીસી, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
