<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ધ્રોલમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિએ દેશભક્તિના નારાઓ સાથે ભવ્ય બાઈક રેલી: જુઓ વિડિઓ

શહેરની મેઈન બજારમાં ઉત્સાહની લહેર :શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું

(સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે આજે ધ્રોલ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ધ્રોલ–જોડિયા પટેલ સમાજના આયોજન હેઠળ ખારવા રોડથી ગાંધીચોક અને ત્યાંથી પટેલ સમાજના સમાજ સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો ધ્વજ લહેરાવતાં અને “એકતા જ આપણી ઓળખ”ના નારા લગાવતાં આગળ વધ્યા હતા. ધ્રોલની મેઈન બજારમાંથી પસાર થતી રેલીને જોતા લોકો ઉત્સાહપૂર્વક બાલ્કનીઓમાંથી હાથ લહેરાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. શહેરમાં દેશભક્તિ ગીતો ગુંજી ઉઠતાં માહોલ દેશપ્રેમથી છલકાયો હતો.
 પટેલ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ રેલીનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના આદર્શો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ધ્રોલ–જોડિયા પટેલ સમાજના સભ્યોની મહેનત અને સુવ્યવસ્થિત આયોજનને કારણે આ રેલી યાદગાર બની રહી હતી.

(6:56 PM IST)