News of Friday, 31st October 2025
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાનાં આંગણે રૂડો અવસર : પુત્રવધુને માતૃત્વ પ્રાપ્તની ગૌરવવંતી ક્ષણ સિમંત સંસ્કાર વિધિ
લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે ૨જી નવેમ્બર રવિવારે શુભ આશિષનો અનેરો અવસર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના અ.સૌ. શ્રીમતિ નિશાબેન તથા શ્રી હર્ષદભાઈ માધવજીભાઇ રિબડીયા (પૂર્વ ધારાસભ્ય)નાં સુપુત્ર ચિ.ડો.રાજન (બી.ડી.એસ.)ના શુભ લગ્ન મોરવાડા નિવાસી અ.સૌ.શ્રીમતિ જયશ્રીબેન તથા દલસુખભાઈ પરશોતમભાઈ બોરડની સુપુત્રી ચિ.સુવિધા (એમ.સી.એસ.) સાથે તા.૧૬-૫-૨૦૨૨ સોમવારના રોજ સંપન્ન થયા હતા..હવે સમયાંતરે ઈશ્વરે "રિબડીયા પરિવાર" અપરંપાર કૃપા દૃષ્ટિ કરી છે.. અને દામપત્ય જીવનની સુંદર અને સમૃધ્ધ ધડી એટલે “માતૃત્વ” પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની ગૌરવવંતી ક્ષણ એટલે “સિમંત” આ "સિમંત સંસ્કાર"નો અનેરો અવસર આવી પહોંચ્યો છે.
"રિબડીયા પરિવાર"નાં કુળદેવી શ્રી સતીઆઈ માતાજીની અસીમ કૃપાથી અ.સૌ. નીશાબેન તથાશ્રી હર્ષદભાઈ માધવજીભાઈ રીબડીયા (પૂર્વ ધારાસભ્ય)ના સુપુત્ર ચિ. રાજનના ધર્મપત્ની અ.સૌ.સુવિધાનું સીમંત વિધિનું શુભ મુહૂર્ત સંવત ૨૦૮૨ કારતક સુદ ૧૧ ને તા.૦૨-૧૧-૨૦૨૫ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે રાખેલ છે. જેથી માતૃત્વ તરફ પગલા માંડતી વહાલી પુત્રવધુને શુભ આશિષ પાઠવવા આમંત્રિતોને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.
આ શુભ પ્રસંગે આમંત્રિતો માટે તા. ૦૨-૧૧-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ભોજન સમારંભ તથા ફરાળની પણ વ્યવસ્થા રાખેલ છે. સ્થળ: શ્રી લેઉવા પટેલ સમાજ વાડી, બસ સ્ટેશન પાસે, વિસાવદર
વિસાવદર-ભેસાણ વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ માધવજીભાઈ રીબડીયા, શ્રીમતી નીશાબેન હર્ષદભાઈ રિબડીયા, શ્રી દિનેશભાઈ માધવજીભાઈ રીબડીયા, શ્રી પિયુષભાઈ માધવજીભાઈ રીબડીયા, શ્રી વિવેકભાઇ હર્ષદભાઈ રીબડીયા, શ્રી રાજનભાઇ હર્ષદભાઈ રીબડીયા સહિત સમગ્ર પરિવારે રાજીપો વ્યક્ત કર્યો છે
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
