તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Friday, 31st October 2025
જામનગરના જોડિયા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન: તાત્કાલિક વળતર અને સહાય આપવા માંગણી
પાક તૈયાર અવસ્થામાં હોવાથી વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી :પશુચારો પણ બગડી જતા પશુપાલકોને પણ હાલાકી

જામનગર જિલ્લાના જોડિયા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે. અચાનક પડેલા ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆત અનુસાર, પાક તૈયાર અવસ્થામાં હોવાથી વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે. માત્ર મગફળી જ નહીં, પરંતુ પશુચારો પણ બગડી જતા પશુપાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલની સ્થિતિ એવી છે કે જાણે તેમના મોઢેથી કોળિયો છીનવાઈ ગયો હોય. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર અને સહાય આપવા માંગણી કરી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
