<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ટંકારા નજીક ડેમી-2 ડેમમાં ઝંપલાવનાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મૃતક 18 વર્ષનો યુવાન લજાઈ ગામનો રહેવાસી અને લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતો હોવાનું ખુલ્યું

( જયેશ ભટ્ટાસણા  દ્વારા ) ટંકારા : ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકો અને મોરબીની ફાયર ટીમે આ યુવાનને શોધવા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ રાત્રે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઇવે પર ડેમી-2 માં 12 નાલેથી એક યુવાને આજે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ મોરબી ફાયરની ટિમે પણ ઘટના સ્થળે પહોંચી પાણીમાં યુવાનની શોધખોળ ચલાવી હતી. આ યુવાનનો રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાનનું નામ બંસી પ્રવીણભાઈ કટારીયા (ઉ.વ.18 )(રહે. લજાઈ ) હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તે અપરણિત હોય અને લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુમાં યુવાને અંતિમ પગલું કેમ ભર્યું તે દિશામાં તપાસ કરવામાં આવશે.

(11:32 PM IST)