<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ઉનામાં વધુ ૧ ઇંચ વરસાદ : ૭ દિ'માં ૧૨ થી ૧૫ ઇંચઃ ખેતરો જળબંબાકાર

 

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૧: સતત અઠવાડિયાથી સમયાંતરે કમોસમી વરસાદ   વરસી રહયો છે. ૨૪ કલાકમાં વધુ ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો ૭ દિવસમાં શહેર ગ્રામ્‍યમાં ૧૨થી૧૫ ઇંચ વરસાદ પડી ગયેલ છે.

ઊના શહેર અને તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકામાં ગત શનિવાર રાત થી કમોસમી વરસાદ શરૂ થયો છે અને હવે રોકવાનું નામ લેતો નથી બન્ને તાલુકા મા ચોમાસું પાક સદંતર નિષ્‍ફળ ગયો છે. ખેડૂતો પોતાના પરિવાર અને પશુ ઓ નો કેમ નિભાવ કરવો તે ની ચિંતા છે.

 શુક્ર વારે પણ વહેલી સવારે થી ધીમી ધારે અને જોરદાર વરસાદ વરસતા સાંજે છ સુધી મા એક ઇંચ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ સાત દિવસ નો ૧૨થી૧૫ ઇંચ થયો છે ઊના ની બજાર માં લોકો ની પાંખી હાજરી જોવા મળે છે. વેપારીઓ નો ધંધો એંસી ટકા ઘટી ગયો છે.

ખેડૂતો વરસાદ ને કારણે ખેતર માં જઈ શકતા નથી. તેમજ ઊના અને ગીર ગઢડા તાલુકામાં આંબા ના ઝાડો વધુ પ્રમાણ માં છે ખેડૂતો કેસર કેરી નું મોટા પ્રમાણમાં ઉત્‍પાદન કરે છે પરંતુ હાલ આંબા ના ઝાડ ઉપર મોર ફૂટવાની શરૂઆત ગણાય છે પરંતુ કમોસમી વરસાદ ને કારણે આંબા ના ખામણા મા પાણી ભરેલ છે. થશે ઘણા આંબા ના ઝાડ માં કોલ નીકળવો શરૂ થયો છે. જેથી ખેડૂતો  ચિંતા માં પડી ગયો છે.

જેથી ઉપર વાસ વરસાદ ને કારણે રાવલ ડેમ પૂર્ણ  ૧૯મીટર ભરાઈ જતા પાણી ની આવક ૨૪૭૨ કયુસેક હોય લેવલ જાળવવા બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્‍યા છે. હાલ ૨૪૭૨કયુસેક પાણી ની જાવક છે.તેમજ મછુંદ્રી ડેમ પણ દસ મીટર પૂર્ણ ભરાયેલ છે પાણી ની આવક વધતા હજુ ૪સે. મી. ઓવર ફલો ચાલુ છે. જેથી બન્ને નદીઓ બે કાઠે વહે છે.

(1:32 PM IST)