<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

આટકોટના સાણથલી ગામે કાકાએ ખોટો વારસાઇ આંબો બનાવી ભત્રીજીની કરોડો રૂ.ની જમીન પચાવી પાડી

સુરત સ્‍થિત ભાવનાબેન ગઢીયાએ કાકા સહિત ૬ શખ્‍સો સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧: આટકોટના સાણથલી ગામે કાકાએ ખોટો વારસાઇ આંબો બનાવી સુરત સ્‍થિત ભત્રીજીની કરોડોની કિંમતી જમીનમાં વારસાઇ કરાવી જમીન પચાવી પાડયાની કાકા સહિત ૬ શખ્‍સો સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનાબેન વા/ઓ બાલુભાઇ ગઢીયા ડો/ઓ ગોબરભાઇ રામજીભાઇ કચ્‍છી રે. સુરત પાસોદરા ગામ ક્રિષ્‍ના સોસાયટી વિભાગ-૧ ઘર નં. ૯ એ કાકા શામજી રામભાઇ કચ્‍છી, જેન્‍તી શામજીભાઇ કચ્‍છી, મગન શામજીભાઇ કચ્‍છી, રમેશ લવાભાઇ પાનસુરીયા તથા રૂપા ખીમાભાઇ ઝાપડા રે. તમામ સાણથલી ગામ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ હુ ઉપર લખાવ્‍યા સરનામે મારા કુટુબ પરીવાર સાથે રહુ છુ મારે સંતાનમા એક દિકરો તથા એક દિકરી છે જેમા સૌથી મોટો દિકરો વિશાલ છે તેનાથી દિકરી મોનિકા છે મારા પિતાજીને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે જેમા મારા પિતાજી સૌથી મોટા છે તેનાથી નાના ફઈ મુકતા બેન છે જે લોન કોટડા તા-બાબરા ગામે સાસરે છે તેનાથી નાના ફઈ હંસાબેન છે જેઓ સનાળા ગામ તા-કુકાવાવ ખાતે સાસરે છે તેનાથી નાના ફઈ રસીલાબેન છે જેઓ માયાપાદર ગામ તા-કુકાવાવ ખાતે સાસરે છે તેનાથી નાના કાકા મગન ભાઈ છે તેનાથી નાના કાકા જેન્‍તીભાઈ છે જેઓ સાણથલી ગામે તા-જસદણ ખાતે રહે છે અને અમો ત્રણ ભાઈ બહેન છીએ જેમા હુ સૌથી મોટી છુ અને મારાથી નાના ભાઈ ઘનશ્‍યામભાઈ જે નાની ઉમરે મરણ ગયેલ છે સૌથી નાની બહે ન શિલ્‍પાબેન છે જેઓ પણ નાની ઉમરે મરણ ગયેલ છે અને અમો ભાઈ બહેનમા હુ એક જ હયાત છું, અને મારા પિતા જી ઘણા વર્ષો પહેલા ઘર છોડી જતા રહેલ છે અને મારા માતા જયાબેને હાલે બીજા લગ્ન કરી લીધેલ છે અને તેઓ હાલે લીંબડીયા ગામે તા-ગઢડા જી.બોટાદ ખાતે બાબુભાઈ સતાણી સાથે રહે છે અને હુ ધોરણ આઠ સુધી ભણેલ છુ અને હુ હાલે મારા પતિ સાથે સુરત ખાતે રહુ છુ . મારા પિતાજી ઘણા વર્ષો પહેલા અમો નાના હતા ત્‍યારથી અમારૂ ઘર છોડીને જતા રહેલ છે અને હાલ કયા છે તે બાબતે અમને કોઇ જાણકારી નથી.

 આજથી આશરે એકાદ વર્ષ પહેલા અભિમને જાણવા મળેલ કે મારા દાદાજી શામજીભાઈ રામભાઈ ક છીની સાણથલી ગામે રેવન્‍યુ સર્વે નં-૨૧૯ ની હે.આરે.ચો.મી-૫-૦૪-૮૬ તથા સર્વે નં-૨૨૦ ની હે.આરે.ચો.મી- ૦-૦ ૫-૦૬ તથા સર્વે નં-૨૨૧ ની હે. આરે.ચો.મી-૦૧-૨૭-૪૭ ની વડીલો પાર્જીત જે જમીન આવેલ છે તે મારા બન્ને કાકા ના નામે થઈ ગયેલ છે અને મારા પિતાજી કે મારી વારસાઈ નોંધ કરવામાં આવેલ નથી જેથી આ બાબતે અમે તપાસ કર તા જણાય આવેલ કે ગઈ તા-૦૧/૦૫/૨૦૧૭ ના રોજ જસદણ ખાતે સ્‍ટેમ્‍પ વેન્‍ડર મેહુલ સછળ અંબાણની જસદણ વા ળા પાસેથી સો રૂપિયાનો સ્‍ટેમ્‍પ મારા કાકા જેન્‍તીભાઈએ મારા દાદાજી શામજીભાઈ રામભાઈ કચ્‍છીના નામનો ખરીદેલ અને તેમા મારા દાદાજીએ બખભાઈ પીતાણાણી નોટરી જસદણ વાળા રુબરુ વારસઈ અંગેનુ સોગંદનામુ કરેલ અને વા રસદારો તરીકે તેમા (૧) જીવતીબેન વા/ઓ શામજીભાઈ કચ્‍છી તથા (૨) મગનભાઈ શામજીભાઈ કચ્‍છી તથા (૩) જેન્‍તી ભાઈ શામજીભાઈ કચ્‍છી તથા (૪) મુક્‍તાબેન શામજીભાઈ કચ્‍છી તથા (૫) હંસાબેન શામજીભાઈ કચ્‍છી તથા (૬) રસી લાબેન શામજીભાઈ કચ્‍છી નાઓના નામ વારસદારો તરીકે જણાવેલ અને મારા પિતા તથા હુ કાયદેસરના વારસદાર હોવા છતા અમારા નામો છુપાવીને ખોટુ સોગંદનામુ કરેલ અને તેમા મારા દાદાજીએ અંગુઠાનું નિશાન કરેલ તે નિશાન મારા કાકા મગનભાઈએ ઓળખી બતાવી પોતાની સહી કરેલ અને આ સોગંદનામું સાણથલી ગામના તલાટીક્રમ મંત્રી સમક્ષ ર જુ કરી સોગંદનામા આધારે ગઈ તા-૧૨/૦૫/૨૦૧૭ ના રોજ તલાટી-કમ મંત્રી પાસે ખોટો વારસાઈ આંબો પંચો રમેશ ભાઈ લવાભાઈ પાનસુરીયા તથા રૂપાભાઈ ખીમાભાઈ ઝાપડા રહે. બન્ને સાણથલી તા-જસદણ જી.રાજકોટ વાળાની રુ બરુમા કરેલ અને પંચો સાચી હકિકત જાણતા હોવા છતા તેમા બન્ને પંચોએ પોતાની સહિઓ કરેલ અને સદરહુ જમીન મા જસદણ મામલતદાર કચેરી ખાતે ગઈ તા-૧૭/૦૫/૨૦૧૭ ના રોજ હૈયાતીમા વારસાઈ હકક્ક દાખલ કરવા બાબતે મા રા દાદાજીએ અરજી કરેલ અને વારસદારો તરીકે જીવતીબેન વા/ઓ શામજીભાઈ કચ્‍છી તથા મગનભાઈ શામજીભાઈ ક ચ્‍છી તથા જેન્‍તીભાઈ શામજીભાઈ કચ્‍છી તથા મુક્‍તાબેન શામજીભાઈ કચ્‍છી તથા હંસાબેન શામજીભાઈ કચ્‍છી તથા રસી લાબેન શામજીભાઈ કચ્‍છી વાળાઓના નામ દાખલ કરાવી દીધેલ છે.

 આમ અમારા દાદાજીની વડિલો પાર્જીત જમીનમા અમો તથા અમારા પિતા કાયદેસરના વારસદાર હોવા છ તા મારા દાદાજીએ તથા બન્ને કાકાએ મળી વારસાઈ અંગેનુ ખોટુ સોંગદનામું કરી અને તલાટી સમક્ષ સાચા તરીકે રજુ ક રી વારસાઈ આંબામા પણ ખોટી હકિકત જણાવી ખોટો વારસાઈ આંબો બનાવડાવી અને પંચો સાચી હકિકત જાણાતા હો વા છતા તલાટી સમક્ષ ખોટી હકિકત જણાવી ખોટા વારસાઈ આંબામા સહિ કરી તમામ કાગળો મામલતદાર કચેરી જસદ ણ સમક્ષ રજુ કરી અમારા હિસ્‍સાની જમીન પણ મારા બન્ને કાકાએ પોતાના નામે કરી અમારા પિતાજી તેમજ અમારી સાથે વિશ્વાસઘાત કરેલ હોય તો પાંચેય સામે તેમજ તપાસમા ખુલે તે તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે.

આ ફરીયાદ અન્‍વયે આટકોટ પોલીસે કાકા સહિત ૬ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 AM IST)