<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પૂ.દાદા ભગવાન જન્‍મોત્‍સવ : મોરબીમાં ભુપેન્‍દ્રભાઇ આવશે

મોરબીમાં ૭ દિવસ સુધી પૂ. દિપકભાઇ દેસાઇનો સત્‍સંગ-પ્રશ્નોતરી : ‘જોવા જેવી દુનિયા' પ્રદર્શન

રાજકોટ તા., ૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પૂ.દાદા ભગવાન જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવાશે. મોરબીમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્‍કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્‍યાનમાં રાખીને પરમ પૂજ્‍ય દાદા ભગવાનની ૧૧૮મી જન્‍મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્‍યો છે. હવે આ મહોત્‍સવ ૩ થી ૯ નવેમ્‍બર દરમ્‍યાન યોજાશે.મહોત્‍સવનો શુભારંભ અને સાંસ્‍કળતિક કાર્યક્રમ ૩ નવેમ્‍બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્‍સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી જોવા જેવી દુનિયાની મુલાકાત ૩ થી ૯ નવેમ્‍બર દરમ્‍યાન સાંજે ૦૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્‍યા સુધી લઈ શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે. 

(11:44 AM IST)