તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 1st November 2025
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકશાની ચિંતા કરવાની જરૂર નથીઃ અર્જુનભાઇની હૈયા ધારણા
પાકને નુકસાનીનો સર્વે ઝડપી અને પાર દર્શક બનાવાશેઃ સરકાર ખેડૂતોની પડખે છેઃ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની અર્જુનભાઇ મોઢવાડીયાએ મુલાકાત લઇને સ્થિતિ જાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧:. :વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રીપોરબંદર જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો.મંત્રી અર્જુનભાઇએ કુછડી, વિસાવાડા, ટુકડા, આંબારામા, મોઢવાડા, કિંદરખેડા, ફટાણા અને દેગામ,ખાભોદર સહિતનાં ગામોની મુલાકાત કરી હતી. અને અર્જુનભાઇએ જણાવેલ કે કમોસમી વરસાદથી પાકને નુકશાનની ચિંતા કરવાની જરૂર નથી. પાકમાં નુકશાનનો સર્વે ઝડપી અને પારદર્શક બનાવાશે.
આ દરમિયાન મંત્રીશ્રીએ ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મગફળીના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂતમિત્રો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
વધુમાં મંત્રીશ્રીએ સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેમ હૈયાધારણા આપતાં જણાવ્યું કે નુકશાનીના સર્વેનું કાર્ય ઝડપથી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે ખેડૂતોને કોઈપણ અફવામાં આવ્યાં વિના સર્વેની કામગીરી કરાવી લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ.એ ત્રિવેદીએ પણ ખેડૂતોને સર્વેની કામગીરીથી માહિતગાર કરતાં જણાવ્યું કે, ઓનલાઇન અને ઓફલાઈન નુકશાનીના સર્વેનું કાર્ય ચાલુ છે અને ખેડૂત મિત્રો કળષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાની વિગતો સરળતાથી અપલોડ કરી શકે છે.
કેબીનેટ મંત્રી અર્જુનભાઇની આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી,પોરબંદર ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, તેમજ અગ્રણીઓ સર્વે રામદેવભાઈ મોઢવાડિયા, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, હાથિયાભાઈ ખૂટી, કારૂભાઈ ગોઢાણીયા અને પ્રતાપભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
