News of Saturday, 1st November 2025
અમરેલીમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજકારણ ગરમાયું :કોંગ્રેસે ઓનલાઇન એપ્લિકેશનથી થતા સરવેને સરકારનું ગતકડું ગણાવ્યું
કોંગ્રેસ દ્વારા સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓને ખેડૂતોના સમર્થનમાં આવવા હાંકલ :ત્રણ નવેમ્બરે યોજાનારા ધરણાં કાર્યક્રમ માટે તમામ ખેડૂતોને જોડાવાની અપીલ

અમરેલીમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે કૃષિ નુકસાન અંગે સરકારની નીતિ પર આક્ષેપ કર્યો અને તાત્કાલિક તમામ ખેડૂતોના ધિરાણ માફ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓને ખેડૂતોના સમર્થનમાં આવવા હાંકલ અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા થતા સરવેને સરકારનું ગતકડું ગણાવ્યું છે. ભાજપે વિરોધ કરતા જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય ખેડૂતો માટે પૂરતી મદદ કરતી નથી અને પાક નુકસાનીમાં 50 ટકાથી વધુ સહાય આપી નથી. ભાજપના શાસનમાં 33 ટકા નુકસાની પર પણ સહાય આપવામાં આવે છે અને સરકારએ તાજેતરમાં 900 કરોડ રૂપિયાથી વધુના પેકેજથી ખેડૂતોને વિવિધ મદદ પ્રદાન કરી છે. કોંગ્રેસ દ્વારા ત્રણ નવેમ્બરે યોજાનારા ધરણાં કાર્યક્રમ માટે તમામ ખેડૂતોને જોડાવાની અપીલ કરવામાં આવી છે, જેમાં તેઓ ખેડૂતોના હિત માટે આંદોલન ચાલુ રાખશે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
