News of Saturday, 1st November 2025
વિસાવદરના શોભાવડલામાં ત્રિપલ મર્ડરમાં પૂરાવાનો નાશ કરવા માતાએ મદદ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૧: વિસાવદર પાસેના શોભાવડલાની સીમમાં સગીર નાનાભાઈએ તેના સગા ભાઈ અને ભાભીની ઘાતકી રીતે હત્યા કરી બંનેના મળતદેહને તેના ઘરમાં જ દાટી દેતા પોલીસે મળતદેહોને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી સગીર આરોપી અને તેની માતાની પુરાવાનો નાશ કરવા મદદ કરવા બદલ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર તાલુકાના કાનાવડલા અને શોભાવડલા ગામની વચ્ચે ખોડીયાર આશ્રમ તરીકે ઓળખાતી જગ્યામાં એક પરપ્રાંતિય શખ્સ મહંત તરીકે ઘણા સમયથી ત્યાં રહેતા હતા. મહંત અજયગીરીનું કોરોના સમયે અવસાન થયું હતું.
મહંતની દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને તેમને બે પુત્ર હતા. મહંતના પુત્ર શિવમગીરી દશનામીના એકાદ વર્ષ પહેલાં કંચનબેન નામની પરપ્રાંતીય મહિલા સાથે લગ્ન થયા હતા. બંને પુત્ર અને તેમની માતા તથા શિવમગીરીની પત્ની મંદિરમાં રહેતા હતા.
ગઈ ત્યારે ૧૬ ઓક્ટોબરના રોજ શિવમગીરીના તેના સગીર ભાઈએ ઘરમાં જ તેમના ભાઈ અને ભાભીની લોખંડના પાઇપ સહિતના હથિયારો મારી હત્યા કરી નાખી હતી. ભાઈ, ભાભીને સગીર અને તેની માતા વિભાબેન ઉર્ફે બીરમાદેવી અજયગીરી દશનામી સાથે અવાર નવાર ઝઘડા થતા હોય જેનો ખાર રાખી સગીરે તા. ૧૬/૧૦/૨૫ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામા પ્રથમ ભાઈ શીવમગીરીને માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી તે પછી પાંચપ્રછ મહીનાની ગર્ભવતી કંચનબેનને પણ માથાના ભાગે તે જ લોખંડના પાઇપના ઘા મારી, બન્નેને મોતને ઘાટ ઉતારી, ઘરના ઢાળીયામા ખાડો કરી બંનેએ પહેરેલ કપડા કાઢી બન્નેની લાશને દાટી દીધી હતી.
તેમજ લોહીવાળા તમામ કપડા સળગાવી દીધા હતા. બાદમાં સગીરે તેન માતા વિભાબેન ઉર્ફે બીરમાદેવીને વાત કરતા વિભાબેન ઉર્ફે બીરમાદેવી તથા સગીરે ઘરમા રહી ગયેલ લોહીના ધાબા તથા લોખંડના પાઇપમાર રહેલ લોહીના ડાઘા સાફ કરી, પુરાવાનો નાશ કરી દીધો હતો.
બીજી તરફ પરિવારજનો કંચનબેનને પણા દિવસોથી ફોન કરતા હતા પરંતુ તેમનો કે તેમના પતિ શિવમગીરીના સંપર્ક ન થતા તેમણે કંચનબેનના દિયરને ફોન કર્યો હતો પરંતુ દિયરે કોઈ સરખો જવાબ ન આપ્યો. જેથી કંઈક અજુગતું થયું હોવાની કંચનબેનના પરિવારજનોને શંકા જતા તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશનને આવી સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રૂબરૂ દોડી ગઈ તપાસ કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.
પોલીસે મળતક શીવમગીરીના સસરા બુલબુલકુમારસિંઘ હ્રદીસિંઘની ફરિયાદ લઈ ગુનો નોંધી સગીર અને માતાની અટક કરી મળતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જુનાગઢ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
