News of Saturday, 1st November 2025
જસદણના વિરનગરની સીમમાં બાબરાના કિરણભાઇ પરમાર ઉપર છરીથી હુમલો
પત્ની પિયરેથી ન આવતા આરોપી સાથે ગયાની શંકાએ પુછવા જતા દંપતિ સહિત ત્રણ તુટી પડયા

રાજકોટ, તા., ૧ : જસદણના વિરનગર ગામની સીમમાં બાબરાના યુવાન ઉપર દંપતી સહિત ત્રણએ છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી.
મળતી વિગતો મુજબ કિરણભાઇ કરશનભાઇ પરમાર (ઉ.વ.ર૭) ધંધો ડ્રાઇવીંગ રે.બાબરા પોલીસ સ્ટેશન પાછળએ આરોપી રામભાઇ પાંભુ, દકુબેન રામભાઇ પાંભુ રે.વિરનગર તથા કિરણ રત્નાભાઇ સોહલીયા રે. બાબરા સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની પત્ની પિયરે ગયા બાદ પરત ન આવતા તેમજ તેનો ફોન બંધ આવતા આરોપી કિરણ સાથે ગયાની અને કિરણ આરોપી રામભાઇના ઘરે ગયેલ હોવાનું ફરીયાદીને જાણવા મળતા ફરીયાદી આરોપી રામભાઇની વાડીએ જઇ પોતાની પત્ની અંગે પુછતાછ કરતા આરોપી રામભાઇએ છરીથી હુમલો કર્યો હતો. તેમજ અન્યોએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી.
આ કામમાં અન્વયે આટકોટ પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
