News of Saturday, 1st November 2025
ઑનલાઇન સર્વેક્ષણ એપ્લિકેશન દ્વારા સર્વે ન કરાવવામાં આવે :વરસાદ બંધ થાય પછી જ સર્વે કરવા દેજો: પ્રતાપભાઈ દુધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયા પર વિડિયો સંદેશ જાહેર કર્યો:સોમવારે પાક નુકસાનીના મુદ્દે ધરણા કાર્યક્રમ

અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે પાક નુકસાન થયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ આક્રમક સ્થિતિમાં આવી છે અને જનતા તથા ખેડૂતોને સક્રિય કરવા પ્રયાસો કરી રહી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયા પર વિડિયો સંદેશ જાહેર કર્યો છે.
કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે વિડિયોમાં સરપંચોને આપીલ કરી છે કે, કોઈ પણ ગામમાં સરકારની ઑનલાઇન સર્વેક્ષણ એપ્લિકેશન દ્વારા સર્વે ન કરાવવામાં આવે. તેમના મત પ્રમાણે ઓનલાઈન સર્વે કરવું એ સરકારનું ગતકડું પગલું છે, જે ખેડૂતોના હિતમાં નથી. પ્રતાપ દુધાતે ખેડૂતોને પણ પબ્લિક રીતે અવાજ ઉઠાવવા માટે માર્ગદર્શન આપ્યું છે અને તંત્ર સુધી તેમના પ્રશ્નો પહોંચાડવા માટે રસ્તા પર આવવા માટે પ્રેરણા આપી છે.
જિલ્લા કોંગ્રેસ દ્વારા 3 તારીખે પાક નુકસાનીના મુદ્દે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ ધરણા કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની સમસ્યાઓને લઈને રાજકારણ ચરમસીમા પર પહોંચશે એવી ધારણા છે.
અમરેલીમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને પ્રાજકીય સંજોગો ગરમાયાા છે અને આગામી દિવસોમાં ખેડૂતોના હિત માટે કાર્યક્રમોનું જાળવણી શરૂ થશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
