તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 1st November 2025
જામનગર એલસીબીને મોટી સફળતા : ખૂન કેસના પેરોલ ફરારી આરોપી તથા તેના સાગરીતને બે વાહન ચોરીના ગુનામા ઝડપ્યો
સમર્પણ સર્કલથી બેડી બંદર તરફ જતા રીંગ રોડ ઉપર અવસર પાર્ટી પ્લોટથી આગળથી ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી લેવાયા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ અન ડીટેકટ ગુના શોધી કાઢવા અંગે એલ.સી.બી. પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ. લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ વાળી જગ્યાની વિઝીટ કરી સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા સમર્પણ સર્કલ થી બેડી બંદર તરફ જતા રીંગ રોડ ઉપર અવસર પાર્ટી પ્લોટથી આગળ આરોપીઓના કબ્જામાંથી ચોરી કરી મેળવેલ મોટર સાયકલ-૨ કિ.રૂ. ૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્ધ એ.એસ.આઇ. દિલીપભાઇ તલાવડીયાએ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી સી ડીવી પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
પકડાયેલ આરોપી ૧) તેજસભાઇ શાંતિલાલ પંડયા (રહે. ગાંધીનગર, સાંઇ બાબાના મંદિર પાછળ, સાંઇરામ સોસાયટી, જામનગર)( ૨) રાજુભાઇ ઉર્ફે રાજીયો બરેલો રામભાઇ કોડીયાતર (રહે. ધરારનગર-૧, સદગુરૂ સોસાયટી, જામનગર)
શોધી કાઢેલ ગુનાઓઃ૧) જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. ગુરન ૨૦૨૬/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩ (૨),૫૪ વિગેરે ૨) જામનગરના મેઘપર પો.સ્ટે. ગુરન ૮૭૮/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨),૫૪ વિગેરે
કબ્જે કરેલ મુદામાલઃ૧) મોટર સાયકલ-૨ કિ.રૂ. ૪૦,૦૦૦/-કુલ મુદામાલ રૂ. ૪૦,૦૦૦/-
આરોપી તેજસભાઇ શાંતીલાલ પંડયાનો ગુનાહિત ઇતિહાસઃ-
૧) સીટી બી ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૨૦૮/૨૦૦૬ ઇપીકો કલમ ૩૭૯,૧૧૪
૨) સીટી એ ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૮૭/૨૦૦૬ ઇપીકો કલમ ૩૭૯
3) સીટી એ ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૩૩૪/૨૦૧૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબ
૪) સીટી એ ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૧૨૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૮૦,૧૧૪
૫) સીટી બી ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૩૧૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૦ વિગેરે
૬) સીટી એ ડીવી પો.સ્ટે. સેકન્ડ ગુરન ૬૭/૨૦૧૮ જી.પી.એકટ ૧૨૨(સી) મુજબ
૭) અમરેલી તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુરન ૧૬/૨૦૧૮ ઇપીકો ૩૭૯,૧૧૪
૮) જામનગર પંચ એ પો.સ્ટે. ફસ્ટ ગુરન ૩૫/૨૦૧૫ ઇપીકો ૩૮૦,૧૧૪
૯) ગીરસોમનાથ તાલાલા પો.સ્ટે. ફસ્ટ ગુરન ૮૫/૨૦૧૭ ઇપીકો કલમ ૪૫૪,૩૮૦ મુજબ
૧૦) દાહોદ જીલ્લાના લીમખેડા પો.સ્ટે. ફસ્ટ ગુરન ૮૫/૨૦૧૭ ઇપીકો કલમ ૪૫૪,૩૮૦ મુજબ
૧૧) બોટાદ સોનગઢ પો.સ્ટે. ફસ્ટ ગુરન ૩૦/૨૦૧૬ ઇપીકો ૩૦૨,૩૦૭ વિગેરે
(મજકુર આરોપી ખુન કેસના ગુનામા દશ વર્ષ ની સજા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભોગવતા હોય,જેમા મજકુર આરોપી પેરોલ રજા ઉપર છુટેલ હોય તે દરમ્યાન બે વાહન ચોરીઓના ગુનાને અંજામ આપેલ છે.)
આરોપી રાજુભાઇ રામભાઈ કોડીયાતરનો ગુનાહિત ઇતિહાસઃ-
૧) સીટી એ ડીવી પો.સ્ટે. ફસ્ટ ગુરન ૧૯૯/૨૦૧૬ ઇપીકો કલમ ૩૭૯(૨),૩૬૩ મુજબ
૨) સીટી એ ડીવી પો.સ્ટે. સેકન્ડ ગુરન ૮૦૭/૨૦૧૪ જી.પી.એકટ ૧૨૨(સી)
૩) સીટી બી ડીવી પો.સ્ટે. સેકન્ડ ગુરન ૪૫/૨૦૧૪ જી.પી.એકટ ૧૨૨(સી)
૪) સીટી બી ડીવી પો.સટે. પ્રોહી ગુરન ૭૮૮/૨૦૧૪ પ્રોહી ૬૬(૧)બી,૮૫-૧-૩
૫) સીટી બી ડીવી પો.સટે. પ્રોહી ગુરન ૬૪૯/૨૦૧૪ પ્રોહી ૬૬(૧)બી,૮૫-૧-૩
મજકુર બંને આરોપીઓ મોટર સાયકલ પાર્ક કરેલ હોય તે જગ્યાએ થી મોટર સાયકલ ડાયરેક ચાલુ કરી ચોરી કરતા હતા.
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
