<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ભાવનગરના મહુવા પંથકમાં વૃદ્ધાની હત્યા કરી સોનાના દાગીનાની લૂટ

કોંજળી ગામે ઘરમાં સુતેલી વૃદ્ધા નું ગળુ અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલી સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી ફરાર

( વિપુલ  હિરાણી દ્વારા )ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વૃદ્ધા નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી છૂટ્યો હતો.

હત્યા અને લૂંટના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા ઉજીબેન દુલાભાઈ વાળા પ્રજાપતિ ઉં. વ.૮૫ પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ આવી 

ઉજીબેન નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી બેને કાનમાં પહેરેલ સોનાની કડી નંગ ૬ તથા કાનમાં પડેલ સોના ની ટોટી નંગ ૨ ની લૂંટ ચલાવી નાખી છૂટ્યા હતા. બનાવની જાણ થતા જ મહુવા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતક ના પૌત્ર વિજયભાઈ વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:16 PM IST)