<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

પરિક્રમા રુટ પર બે દિવસથી વરસાદ ન આવેલ હોવાથી ગિરનાર પરિક્રમા શરૂ કરવા અંગે પુનઃવિચારણા કરવા કલેકટરને અપીલ : જુઓ વિડીયો

પરિક્રમા રુટ પર બે દિવસથી વરસાદ ન આવેલ હોવાથી પરિક્રમા શરૂ કરવાની પુનઃવિચારણા કરવા શ્રી મહેશગીરી બાપુ એ કલેકટરશ્રી રાણાવસીયાને ટેલિફોનિક અપીલ કરી

જુનાગઢ: (વિનુ જોશી દ્વારા) પરિક્રમા જંગલ માર્ગે કરવા માટે હજારોની સંખ્યામાં યાત્રિકો ભવનાથમાં આવી ગયેલા હોય અને અનેક લોકોએ પરિક્રમા કરવા છૂટ મેળવવા માટે રજુઆત કરી છે. 

આ ઉપરાંત હાલમાં પરિક્રમા રુટ પર બે દિવસથી વરસાદ ન આવેલ હોવાથી પરિસ્થિતિનો તાગ મેળવી પરિક્રમા શરૂ કરવાની પુનઃવિચારણા કરવા શ્રી મહેશગીરી બાપુ એ કલેકટરશ્રી રાણાવસીયાને ટેલિફોનિક અપીલ કરી. 

(11:22 AM IST)