<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જગત મંદિર દ્વારકા ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી : રાજ્યના નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ મેળવ્યા : પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા દ્વારકાધીશની છબી આપીને સ્વાગત કરાયું

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા, તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૫ : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભગવાનને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
દર્શન ઉપરાંત, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શારદાપીઠ દ્વારકા ખાતે પહોંચીને શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
દ્વારકા મંદિર ખાતે મંત્રીનું સ્વાગત કરવા માટે પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ મંત્રીને ભગવાન દ્વારકાધીશની છબી આપીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણીઓ જેવા કે રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, અને વિજયભાઈ બુજડ સહિતના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:41 PM IST)