<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય-પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાએ વર્તમાન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ખેડૂતોના વિશાળ હિતમાં ટેલિફોનિક રજૂઆત કરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર-ભેસાણ વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળાએ રાજ્યના વર્તમાન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખેડૂતોના વિશાળ હિતમાં ટેલિફોનિક વિસ્તૃત રજૂઆત કરી છે.
કનુભાઈ ભાલાળાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ, એરંડા, તુવેર વિગેરે પાકને પારાવાર નુકસાન થયેલ છે. જેથી તમામ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવો ત્વરિત સુયોગ્ય નિર્ણય અતિઆવશ્યક છે.
ભાલાળાએ‌ ટેકાના ભાવે મગફળી, સોયાબીન તથા અન્ય જણસી ખરીદવા બાબતે પણ વાઘાણીને ખૂબ જ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, સરકાર ટેકાના ભાવે મગફળી તથા અન્ય જણસી ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદવા માંગે છે. તેમાં જે ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમને તેનાં ખાતામાં ભાવફેરનાં પૈસા નાખી દેવા જોઈએ. કારણ કે, ખરીદી કરીશું તો પણ મગફળી પલળી ગયેલ હોવાથી ખરીદ કેન્દ્રો પર બબાલ થશે. મોટાપાયે ખેડૂતો આગળથી કેન્દ્રોવાળા પૈસા ઉઘરાશે વિગેરે.. જેથી ભાવફેરનો વિકલ્પ યોગ્ય રહેશે તેમ ભાલાળાએ જણાવ્યું છે.

(5:00 PM IST)