<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન : પોક મૂકીને સરકારની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કરાયો

તાલાલા ગીરથી થઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો બહિષ્કાર

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો. 

   અમરેલી રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકાત્મક રીતે પોક મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં સરકારની ઊંઘ ઉડાવવા ખેડૂતોએ ઢોલ-નગારા વગાડ્યા હતા. બીજી તરફ તાલાલા ગીરથી થઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર પાન નુકસાનીના ડિજિટલ સર્વેનો બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે આ ઉગ્ર વિરોધ કાર્યક્રમોને લઈને સરકાર ચિંતામાં મૂકાઈ છે.       ભાવનગરના સિહોર પંથકમાં ખેડૂતોએ વરસાદથી નુકસાની પામેલા મગફળીના પાકના છોડવા બાળીને હવન કર્યો હતો. આ હવન દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે અમરેલીમાં મામલતદાર કચેરી સામે એકત્ર થયેલા ખેડૂતોએ પોક મૂકીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોખે જણાવ્યું હતું કે, 'સર્વે કર્યાં બાદ પણ સરકાર ફક્ત 12 હજાર રૂપિયા સહાય આપીને ઊભી રહેશે. આટલા ખર્ચમાં તો ખેતર સાફ પણ થઈ શકે તેમ નથી.' 

(8:57 PM IST)