News of Sunday, 2nd November 2025
અમરેલી જિલ્લામાં અનેક ગામોના ખેડૂતોએ ઓનલાઇન સર્વેનો બહિષ્કાર કર્યો
સર્વેમાં સમય બગાડવાના બદલે સરકારે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવી જોઈએ. ગામડાઓમાં નેટવર્કના અભાવે એપ્લિકેશન ખુલતી નથી,

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે.
અમરેલીના સાવરકુંડલા, ખાંભા, દાઢીયાળી, ભાવરડી તેમજ ખાંભા ગીરના જામકા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવીને માગણી કરી હતી કે વરસાદના કારણે પાકમાં 100 ટકા નુકસાની થઈ છે, તો પછી સર્વેમાં સમય બગાડવાના બદલે સરકારે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવી જોઈએ. ગામડાઓમાં નેટવર્કના અભાવે એપ્લિકેશન ખુલતી નથી, માટે સર્વેયર અને ખેડૂતો બંને હેરાન થાય છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
