News of Sunday, 2nd November 2025
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા ખેતરમાં પાક નુકસાનીને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો
કાના વડલા ગામ ખાતે ખેડૂતોએ પોતાનો પાક બાળીને વિરોધ પ્રદર્શિત કર્યો: વિસાવદરના કાનાવડલા અને સોભાવડલા તેમજ મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામના ખેડૂતોની સ્થિતિ દયનીય.

જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા ખેતરમાં પાક નુકસાનીને લઈને ખેડૂતોમાં બારોબાર રોષ ફેલાયો છે અને તંત્ર દ્વારા કરવામાં આવતા સરવે સામે ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. વિસાવદર તાલુકાના કાના વડલા ગામ ખાતે ખેડૂતોએ પોતાનો પાક બાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો,
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને વિસાવદર તાલુકાના કાનાવડલા અને સોભાવડલા તેમજ મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામના ખેડૂતોની સ્થિતિ દયનીય છે.
ખેડૂતોને હવે નવા પાક માટે ખેતર સાફ કરવાની તાત્કાલિક જરૂર છે. પરંતુ, બગડેલા પાકનો નિકાલ ન થતાં, તેમની પાસે ના છૂટકે આ અંતિમ અને આક્રોશભર્યું પગલું ભરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી,
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
