<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત

 

સુરેન્‍દ્રનગર તા.૩: ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢમાં પિતાએ ૧૮ વર્ષીય પુત્રને કામ બાબતે ઠપકો આપતાં વખ ઘોડ્‍યુ  છે. આજના કળીયુગમાં લોકોમાં જાણે સહનશીલતા નામની ન રહી હોય તેમ લોકોને નાની વાતોમાં માઠુ લાગી જાય છે. અને પોતાના જીવનનો અંત આણી દે છે. ત્‍યારે ધ્રાંગધ્રા પંથકમાં પણ આવા જ કિસ્‍સામાં પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્‍યો છે.

માહીતી મુજબ શંભુભાઈ લોદરીયાને સંતાનમાં ૩ પુત્ર અને ૧ પુત્રી છે. ૩ પુત્રોમાં વચેટ પુત્ર સુજાન ૧૮ વર્ષીય છે. સુજાનને તેના પિતાએ કામ બાબતે મીઠો ઠપકો આપ્‍યો હતો. જેમાં સુજાનને લાગી આવતા તેણે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આ અંગેની જાણ થતા પરિવારજનો દ્વારા પ્રથમ તેને મોરબી અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા સુજાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દોડી જઈ મળતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:55 AM IST)