<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ભાણવડના માનપરમાં કમોસમી વરસાદથી ચિંતાગ્રસ્‍ત યુવકનો આપઘાત

મૃતક કરશન વાવણોટીયા પ વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હતા

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. ૩: ભાણવડ તાબેના માનપર ગામે રહેતા એક યુવાન ખેડૂતે ગોલ્‍ડ લોન લીધી હોય અને તાજેતરના વરસાદના કારણે નુકસાનની થતા ચિંતાગ્રસ્‍ત હાલતમાં આપઘાત કર્યાનો બનાવ સામે આવ્‍યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્‍યાણપુર નજીક આવેલા માનપર ગામે રહેતા અને ખેત વ્‍યવસાય સાથે સંકળાયેલા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટીયા નામના ૩૭ વર્ષના આહિર યુવાને બેંકમાંથી ગોલ્‍ડ લોન લીધી હતી. આ વચ્‍ચે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમને નુકસાની ગયેલ હોય, આ બાબતે તેમણે ડિપ્રેશનમાં આવીને શુક્રવારે કપુરડી નેસ પાછળ આવેલા એક તળાવના કાંઠે પાણીમાં ડૂબી જતા તેમનો મળત્‍યુ નિપજ્‍યું હતું.

મળતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા પણ હતા. ઉપરોક્‍ત બનાવ અંગેની જાણ અરસીભાઈ લખમણભાએ વાવણોટીયા (ઉ.વ. ૫૦, રહે. માનપર) એ ભાણવડ પોલીસને કરી છે

(1:33 PM IST)