તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Monday, 3rd November 2025
ગાંધીધામમાં પોલીસને વધુ એક મોટી સફળતા :સંકેતનિધિ આંગડિયા સંચાલકના અપહરણ કેસનો આરોપી ઝડપાયો.
પોલીસે મુખ્ય આરોપી પૈકી એક શ્રવણસિંહ સોઢાને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ગુના દાખલ

કચ્છ: ગાંધીધામમાં અપહરણ કેસમાં પોલીસને મળી વધુ એક સફળતા મળી છે. સંકેતનિધિ આંગડિયા સંચાલક કેતન કાંકરેચાના અપહરણ કેસનો આરોપી ઝડપાયો છે . પોલીસે મુખ્ય આરોપી પૈકી એક શ્રવણસિંહ સોઢાને ઝડપી પાડ્યો છે . આરોપી વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ગુના દાખલ છે. રીઢા આરોપી વિરુદ્ધ ચાર રાજ્યોમાં કુલ 25 ગુનાઓ દાખલ છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
