News of Monday, 3rd November 2025
અંગદાન મહાદાન : જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ નું ચોથું અંગદાન
બ્રેઇન ડેડ ડિક્લેર થતાં તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા પરોપકારી નિર્ણય દ્વારા અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે.

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : નીતાબેન હરસુખભાઈ રાઠોડ( ઉંમર વર્ષ સાડત્રીસ ) ગામ:ચંદવાણા, તાલુકો: માંગરોળ જીલ્લો: જુનાગઢ, બ્રેઇન ડેડ ડિક્લેર થતાં તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજરોજ તારીખ 2 નવેમ્બર 2025 ના રોજ તેઓની બંને કિડની, લીવર તથા બંને કોર્નિયાનું દાન મળેલ છે. નીતાબેનના પરિવારજનોના આવા કપરા સમયમાં લેવામાં આવેલ ઉમદા, પરોપકારી નિર્ણય દ્વારા અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
