<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

પોરબંદર સાંદીપનિ શ્રી હરિમંદિરમાં ‘‘પૂ.ભાઇશ્રી''ની પ્રેરણાથી તુલસી વિવાહોત્‍સવ ઉજવાયો

મોટી સંખ્‍યામાં ઋષિકુમારો તથા ભકતોની ઉપસ્‍થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઇ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા

દેવઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ શાલીગ્રામ ભગવાનનો વિવાહોત્‍સવ વિધિપૂર્વક અને ખુબ જ ધામધૂમથી સંપન્‍ન થયો.

શ્રીહરિમંદિરમાં સાયં આરતી બાદ ખૂબજ વિશેષ રીતે સજાવેલા શણગારેલા લગ્નમંડપમાં કન્‍યાદાન વિધિ માટે કમલભાઈ મોઢા તથા ભાવેશ્વર મંદિરથી, પોરબંદરથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્‍વરુપે પધરાવીને પોરબંદર શહેરના જાણીતા અગ્રણી શ્રી રાજભા જેઠવા તથા શહેરના અનેક પરીવારોને સાથે લઈ વાજતે ગાજતે જાન જોડીને શ્રીહરિ મંદિરમાં પ્રાંગણમાં પધાર્યા હતા. જાનૈયાઓએ આનંદ ઉલ્લાસ સાથે ફટાકડાઓ ફોડી ભવ્‍ય આતશબાજી કરી હતી. ત્‍યારબાદ વરપક્ષ અને કન્‍યાપક્ષના લોકોની ઉપસ્‍થિતિમાં ઢોલ શરણાઈના નાદ સાથે જાનનુ સ્‍વાગત કરી લગ્નવિધિનો શુભારંભ કરવામાં આવ્‍યો. શાષાોક્‍ત વિધિપૂર્વક અને સામાજિક રીત-રીવાજ મુજબ લગ્નગીત સાથે ભગવાન શાલીગ્રામના માં તુલીસીજી સાથેના વિવાહ સંપન્ન થયા હતા. આ અવસરે ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીને અનેક વષાો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્‍યા હતા.

ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીના વિવાહવિધિના મનોરથી તરીકે ભગવદીયા રિચાબેન શર્માએ સેવા આપી હતી.  જેના પ્રતિનિધિ સ્‍વરૂપ મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ મંગલ વિવાહોત્‍સવમાં સાંદીપનિના પરિવાર તેમજ પોરબંદર શહેરના ભક્‍તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ભક્‍તિભાવપૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્‍યતાની લાગણી અનુભવી હતી; લગ્નવિધિ બાદ સૌ ભાવિકોએ ભોજનપ્રસાદી ગ્રહણ કરી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:27 PM IST)