<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

લાઠીના અડતાળા બોડીયા હનુમાનજી મંદિરમાં તસ્‍કરોએ હાથફેરો કર્યો

દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશી જુદા જુદા ચાંદીના દાગીના મળી રૂા.૯૮,૦૦૦ ની ચોરીની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪: લાઠી તાલુકાના અડતાળા બોડીયા હનુમાનજી આશ્રમમાં કોઈ તસ્‍કરોએ તા.૧-૧૧ ના રાત્રિના મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં ગર્ભગળહના મેઈન દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી હનુમાનજીની મુર્તિ ઉપર ચડાવેલ ચાંદીનો મુગુટ એક કિલો રૂ. ૫૮,૦૦૦ તથા ચાંદીનો હાર ૨૦૦ ગ્રામ રૂ. ૨૫૦૦૦ તેમજ ચાંદીના નાના મોટા છતર નંગ -૧૧,૨૫૦ ગ્રામ રૂા. ૧૫,૦૦૦ મળી કુલ રૂ.૯૮,૦૦૦ ની માલમતા ચોરી ગયાની પુજારી સુરજગીરી ગુરૂ પંચમગીરીએ લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભમ્‍મર ગામે વિસોત માતાજીના મંદિરમાં તસ્‍કરો ત્રાટકયા

સાવરકુંડલા તાલુકાના ભમ્‍મર ગામે આવેલ વીસોત માતાજીના મંદિરમાં તા.૩૦-૧૦ ના સાંજથી તા. ૩૧-૧૦ ના વહેલી સવાર દરમ્‍યાન કોઈ તસ્‍કરોએ મંદિરના દરવાજા તથા ગર્ભ ગળહના તાળા તોડી મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માતાજીના માનતાના થડાવેલ ચાંદીના ૭૦ છતર એક કિલો રૂા.૯૫,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયાની પુજારી બચુરામ મૈયારામ હરીયાણીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાફરાબાદના બલાણાથી વઢેરા વચ્‍ચે બે ને ઈજા

જાફરાબાદના બલાણાથી વઢેરા વચ્‍ચે અવિનાશભાઈ રાણાભાઈ બારૈયા તથા પાછળ બેઠેલ મનોજભાઈ બલાણાથી વઢેરા જવાના રસ્‍તે તા. ૩૦-૧૦ ના સાંજના ૭ કલાકે એક ટ્રેકટર ટ્રોલી રોડ ઉપર અડચણરૂપ પડેલ હોય.તેમાં ર્પાકિંગ લાઈટ કે અન્‍ય કોઈ સિગ્નલ ન રાખેલ હોય.જેથી ટ્રોલીની પાછળ બાઈક ભટકાતા અવિનાશભાઈ રાણાભાઈ બારૈયાને કપાળના ભાગે,જડબા પર અને ડાબા હાથના અંગુઠામાં ગંભીર ઈજા કરી પાછળ બેઠેલ મનોજભાઈને મોઢે તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી ગુનો કર્યાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી જીલ્લામાં બે અપમળત્‍યુંના બનાવો

સરસીયામાં દિવાલ પડતા વળધ્‍ધાનું, વઢેરામાં પાણીના ખાડામાં ડુબી જતા પ્રૌઢનું મોત. ધારી અને જાફરાબાદ પોલિસ મથકમાં મોત નિપજયાનું જાહેર કરાયું છે.

 

(1:41 PM IST)